મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ


SHARE







મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ -૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામશહેરતાલુકાજિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્ય કક્ષાથી લઇને તાલુકા કક્ષાજિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ-૨૯ રમતોનો ૪(ચાર) વય જુથ અં-૧૧અં-૧૪અં-૧૭ઓપન એઇઝ ગૃપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી)ના વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર શરૂ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે.






Latest News