મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીની શૈક્ષણિક સંસ્થા પાસે આંટાફેરા કરતાં ટપોરીઓને ડામવા માટે એસપીને કરાઇ રજૂઆત


SHARE







મોરબીની શૈક્ષણિક સંસ્થા પાસે આંટાફેરા કરતાં ટપોરીઓને ડામવા માટે એસપીને કરાઇ રજૂઆત

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ શૈક્ષણિક સંસ્થાની આજુબાજુમાં ટપોરી જેવા છોકરાઓ આંટાફેરા કરતાં હોય છે અને અભ્યાસ કરવા માટે આવતી જતી વિધાર્થીનીઓને પરેશાન કરતાં હોય છે ત્યારે સુરત જેવી ઘટના મોરબીમાં ન બને તે માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે એસપીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં એસપીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આજકાલ એક તરફી પ્રેમી દિવસેને દિવસે વધી રહયા છે અને સુરત, ગાંધીનગર, વેરાવળમાં જેવા બનાવો બનેલ છે તેવા બનાવો વધતા જાય છે જેના કારણે સમાજમાં દીકરીઓના પરિવારજનોને પણ ચિંતા વધતી જાય છે અને અભ્યાસ કરવા માટે આવતી અને જતી વિધાર્થીનીઓના વાલીને કાયમી ડર રહે છે જેના કારણે નબળા મનના વાલીઓ પોતાની દિકરીને આગળ ભણાવવાનું બંધ કરી દેવુ તેવા પણ વિચાર કરે છે જેથી કરીને મોરબી શહેર અને જીલ્લામાં આવેલ શૈક્ષણિક સંસ્થામાં ભણતી વિદ્યાર્થીનીઓની સલામતી માટે અને મુકત મને શિક્ષણ લઇ શકે તે માટે શૈક્ષણીક સંસ્થાની સો મીટરની આજુબાજુમાં આંટાફેરા કરતાં ટપોરી જેવા છોકરાઓ તેમજ ત્યાં અડ્ડો જમાવીને ઉભા રહેનારઓ સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓએ માંગ કરેલ છે




Latest News