મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

માળીયા(મી) મોટીબરાર પ્રાથમિક શાળામાં રામહાટની શરૂઆત કરાઇ


SHARE







માળીયા(મી) મોટીબરાર પ્રાથમિક શાળામાં રામહાટની શરૂઆત કરાઇ

માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં ધો. ૧ ના વિદ્યાર્થીઓના વરદ હસ્તે "રામહાટ" ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થાય તેવો છે શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાએ જણાવ્યું હતું કે આ "રામહાટ" દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી શાળામાં જ મળી રહેશે અને સાથે આ રામહાટમાં વિદ્યાર્થીઓને જે વસ્તુ ખરીદવાની હોય તે વસ્તુઓની કિંમત જોઈ જાતે જ તેટલા રૂપિયા ત્યાં બોક્સમાં મૂકી દેવાના હોવાથી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રામાણિકતા જેવા મૂલ્યોનો વિકાસ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટીબરાર પ્રાથમિક શાળામાં ખોયા-પાયા સ્ટોલ, અક્ષયપાત્ર, જળપાત્ર, સાબુ બેન્ક વગેરે જેવી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ ઘણા વર્ષોથી ચાલુ છે.






Latest News