મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રવિવારથી ત્રણ દિવસમાં ૧.૩૨ બાળકોને પોલીયોની રસીના ટીપાં અપાશે


SHARE







મોરબી જીલ્લામાં રવિવારથી ત્રણ દિવસમાં ૧.૩૨ બાળકોને પોલીયોની રસીના ટીપાં અપાશે

મોરબી જિલ્લામાં ૧૩૨૪૧૦ બાળકોને પોલીયોની રસી પિવડાવવામાં આવશે મોરબી જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે આ માટે જિલ્લામાં કુલ ૬૧૬ પોલીયો બુથોની રચના કરેલ છે અને આ કામગીરીને પહોચી વળવા માટે ૨૨૪૬ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોપેલ છે તેમજ ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે

૨૭ ફેબ્રુઆરીપોલીયો બુથ ઉપર પોલીયોનું રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલ બાળકોને ઘર ઘર મુલાકાત કરી ને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે આ માટે મોરબી જિલ્લાના કુલ ૨૧૩૩૩૧ ઘરોની મુલાકાત માટે ૧૧૨૨ ટીમોની રચના કરવામાં આવેલ છે આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુનો વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે ૫૧૦ મોબાઈલ ટીમોની રચના કરેલ છે તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨૪ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકો ૨૭ ફેબ્રુઆરીના રોજ પોલીયો બુથ ઉપર જઈ રસીકરણ કરાવે તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા મજુરોના બાળકો પણ પોલીયોની રસી પિવડાવે અને પોલીયો સામે રક્ષણ મેળવે તે માટે બાળકોનાં વાલીઓ દ્વારા સાથ સહકાર આપવા માટે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.વિપુલ કારોલીયાએ અપીલ કરેલ છે






Latest News