મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતવીરડા પાસે પેપર વેસ્ટમાં હજુ પણ આગ યથાવત છતાં મોરબીના ફાયર ફાયટરો હાથ ખંખેરીને રવાના !


SHARE











વાંકાનેરના રાતવીરડા પાસે પેપર વેસ્ટમાં હજુ પણ આગ યથાવત છતાં મોરબીના ફાયર ફાયટરો હાથ ખંખેરીને રવાના !

મોરબી જિલ્લાના રાતાવીરડા પાસે પેપર મીલમાં આગ લાગી હતી અને ત્યારબાદ જે પેપર બળીને ખાખ થઈ ગયો હતો તે કચરો બહાર નાખવામાં આવે છે જો કે, ત્યાં હજુ આગ ચાલુ હોવા છતાં પણ મોરબીના ફાયર ફાયટરો ત્યાંથી પોતાના હાથ ખંખેરીને રવાના થઇ ગયા છે અને હાલમાં પણ સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રોલના ફાયર ફાયટરો દ્વારા આગ પર પાણીનો મારો કરવામાં આવ્યો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીમાં ફાયરનાં ટાંચા સાધનો છે તે બધા જ લોકો જાણે છે અને બીજી બાજુ મોરબી નજીક રાતાવીરડા પાસે પેપરમીલના પેપર વેસ્ટની અંદર આગની ઘટના ગત શુક્રવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બની હતી અને પ્રથમ મોરબી પાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે બોલાવ્યા હતા જોકે તે ફાયર ફાયટરો આગ કાબુમાં લઈ શકે તેમ ન હત જેથી કરીને અમદાવાદ, રાજકોટ, જામનગર, ગાંધીધામ, ધ્રોલ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ સહિતના સેન્ટરો પરથી ફાયર ફાઈટર બોલાવો પાણીનો મારો કરવામાં આવ્યો હતો ત્યારે માંડ માંડ આગ કાબૂમાં આવી છે

પરંતુ પેપર વેસ્ટ આગમાં બળીને ખાખ થઈ ગયો છે તેને જે જગ્યાએ નાખવામાં આવેલ છે તેમાં હજુ પણ આગ ચાલુ જ છે જેથી કરીને અત્યારે ત્યાં પાણીનો મારો ચાલુ છે ત્યારે મોરબીમાં સીએમનો કાર્યક્રમ હોવાથી મોરબીના ફાયરના વાહનો ત્યાં આગ ચાલુ છે તો પણ જતાં રહ્યા છે અને આગને કાબુમાં લેવા માટે આજની તારીખે પણ સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રોલના ફાયર ફાયટરો કામ કરી રહ્યા છે અને આગને કંટ્રોલ કરવા માટેની પાણીનો મારો કરી રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાના ફાયર ફાયટરો દ્વારા આગને ૧૦૦ ટકા કંટ્રોલ કર્યા વગર ત્યાથી ચાલતી પકડવામાં આવી છે તે ખરેખર યોગ્ય ન કહેવાય અને મોરબી પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ તો સમયાંતરે બદલતા હતા જો કે, સુરેન્દ્રનગર અને વઢવાણથી ફાયરના વાહનો સાથે જે સ્ટાફ આવેલ છે તે કર્મચારીઓ આજની તરીકે છેલ્લા ચારેક દિવસથી સતત આગ પર કાબુ મેળવવા માટે થઇને પાણીનો મારો કરી રહ્યા છે તેમ છતાં પણ તેઓ હજુ પણ ત્યાં કામ કરી રહ્યા છે ત્યારે મોરબી પાલિકાના ફાયર ફાયટરો પોતાના હાથ ખંખેરીને આખી ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હોવાથી તેની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે






Latest News