મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન

રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થાનને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી દાન મળતું હોવાથી દરવર્ષે મોરબીના આંગણે દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થા દ્વારા દાતાઓના સન્માન સમરોહનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના ૪૦૦થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, ૨૩ ઓક્ટોબર ૧૯૮૫થી કાર્યરત નારાયણ સેવા સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં આશરે લાખો લોકોના ઓપરેશન કરીને તેની વિકલાંગતાને દુર કરવામાં આવેલ છે અને આ સેવા યજ્ઞમાં દાતાઓ તરફથી ખુબ જ દાન મળે છે જેથી સંસ્થા દ્વારા સમયાંતરે દાતાઓનું સન્માન કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓના સન્માન માટેના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સફળ બનાવા માટે આ સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, રાજકોટ આશ્રમના ઇન્ચાર્જ તરુણભાઈ નાગદા સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે






Latest News