મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના અજંતા ઓરેવા ગ્રુપની પોલેન્ડના રાજદૂતે મુલાકાત લઈને ઘડીયાળ ઉદ્યોગ માહિતી મેળવી 


SHARE







મોરબીના અજંતા ઓરેવા ગ્રુપની પોલેન્ડના રાજદૂતે મુલાકાત લઈને ઘડીયાળ ઉદ્યોગ માહિતી મેળવી 

પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની મુલાકાતે આવેલ છે ત્યારે મોરબી શહેરના ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહર સમા મયુર પેલેસ, દરબાર ગઢ અને મણિમંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ મોરબીના વિશ્વ વિખ્યાત ઘડીયાળ નિર્માણ અને બનાવટ અંગેની જાત માહિતી મેળવવા અજંતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર પાસે અંજતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત વેળાએ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કીએ ઘડીયાળ બનાવવાની તમામ વિગતો અને ઘડીયાળ બનાવવાની પદ્ધતિ અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. મોરબી જિલ્લામાં અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણની પહેલની સરાહના કરી મહિલાઓને સ્વાવલંબન બનાવવાના પગલાને સ્તુત્ય ગણાવ્યું હતું.

અંજતા ગ્રુપની ફેક્ટરીમાં મુલાકાત બાદ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કીએ જણાવ્યું હતું કે, હું અહીંની પ્રોડક્સન પદ્ધતિથી ખૂબ જ પ્રભાવીત થયો છું. કેમકે તેઓ મહિલાઓને રોજગારી આપીને ખૂબ જ મદદ કરી રહ્યા છે અને તેઓની પ્રગતિમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. જયસુખભાઇ પટેલની આગેવાની હેઠળની અજંતા ઓરેવા કંપનીની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. તેઓની મુલાકાત વેળાએ અજંતા ઓરેવા ગ્રુપના પ્રોડક્શન મેનેજર રાજકુમારજી એમ., એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર દિનેશભાઇ દવે, જિલ્લા વહિવટી તંત્ર વતી ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ જોડાયા હતા.




Latest News