મોરબીના અજંતા ઓરેવા ગ્રુપની પોલેન્ડના રાજદૂતે મુલાકાત લઈને ઘડીયાળ ઉદ્યોગ માહિતી મેળવી
મોરબી જીલ્લાનુ રાજેશભાઇ વ્યાસ અને સેજલબેન હુંબલે ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું
SHARE









મોરબી જીલ્લાનુ રાજેશભાઇ વ્યાસ અને સેજલબેન હુંબલે ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું
નેક્સસ સ્ટોરી પબ્લિકેશન સુરત અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અંજાર દ્વારા ઐતિહાસિક શહેર અંજારના આંગણે શબ્દ મહોત્સવ સ્વરૂપ સાહિત્ય જગતમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક બુક પ્રકાશન યોજવામાં આવેલ હતું અને સાગરભાઇ ચૌચેટા, કૌશલભાઇ જોષી પ્રકાશભાઈ કલસરીયા અને ગુજરાત મહારાષ્ટ્રના જુદા જુદા સ્થળે વસતા કવિઓ, કવિયીત્રીઓ અને લેખકો દ્વારા ૫૭થી વધુ પુસ્તકોનુ એકી સાથે કિર્તીમાન વિમોચનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં મોરબીના ધ્રુવનગર ગામના વતની કવિ અને લેખક રાજેશભાઇ વ્યાસની કલમે લખાયેલ પુસ્તક "વર્તમાનના વેણ" તેમજ મોરબીના નાગડાવાસ ગામના વતની સેજલબેન હુંબલની કલમે લખાયેલ પુસ્તક "શબ્દ દેહ"નુ વિમોચન સામેલ હોય જે સમગ્ર મોરબી જીલ્લા માટે ખુબ જ ગૌરવની બાબત સમાન હતું. આ ઐતિહાસિક કાર્યક્રમ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પામેલ છે.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સ્થપાતા આ રેકોર્ડને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહજી, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, હામદેવ આહીર, ત્રિકમભાઇ આહીર તેમજ ગુજરાતના વિધ વિધ ક્ષેત્રના વિદ્વાનો, કલાકારો, લેખક અને કવિઓ દ્વારા શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે. અને મોરબીના રાજેશભાઈ વ્યાસ અને નાગડાવાસના સેજલબેન હુંબલ દ્વારા જ્ઞાતિનું ગૌરવ વધારવામાં આવતાં જ્ઞાતિજનો તેમજ સાહિત્ય પ્રેમીઓ દ્વારા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
