રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની નિબંધ સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની નિલમ ડાંગરનો ડંકો
મોરબીથી એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલ કુલદીપ દવે યુધ્ધ વચ્ચે યુક્રેનના ટર્નોપીલ ફસાયો
SHARE









મોરબીથી એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલ કુલદીપ દવે યુધ્ધ વચ્ચે યુક્રેનના ટર્નોપીલ ફસાયો
રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ શરૂ થયું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયા હતા તે ત્યાં ફસાયા છે ત્યારે જ વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાંથી પણ એક વિદ્યાર્થી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ માટે ગયેલ છે અને હાલમાં તે યુક્રેનમાં ફસાઈ ગયો છે જો કે, જે જગ્યા ઉપર તે વિદ્યાર્થી હાલમાં છે ત્યાં હાલમાં તે સુરક્ષિત છે પરંતુ ભવિષ્યમાં ત્યાં પણ હુમલા થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને હાલમાં તેના પરિવારજનો ચિંતિત છે અને આ વિદ્યાર્થીને પરત લાવવા માટે મોરબીના વહીવટી તંત્ર દ્વારા પણ સરકાર સુધી જાણ કરવામાં આવેલ છે અને તે વિદ્યાર્થી હેમખેમ પાછો મોરબી પહોંચે તેવા પ્રયત્ન હાલમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે તેમજ તેના પરિવાર દ્વારા પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે
રશિયાએ ગુરુવારે સવારથી યુક્રેન ઉપર મિસાઈલ મારો શરૂ કર્યો છે અને અનેક જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાથી હાલમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને ઘણી બધી મિલકતોને નુકસાન કરવાની સાથોસાથ આર્મીની ઘણી બધી સામગ્રીઓને પણ તોડી પાડવામાં આવેલ છે ત્યારે યુક્રેનની અંદર ફસાયેલા ભારતીય નાગરિક તેમજ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે થઈને ભારત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો કે, રાજનાથસિહે નિવેદન આપવામાં આવ્યું તેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના લોકોને લેવા માટે ગયો હતો પ્લેન મોકલવામાં આવેલ જો કે તે લેન્ડ ન થઈ શક્યું જેના કારણે તે પરત આવ્યુ છે જેથી જે લોકો ત્યાં છે તેના પરિવારજનો ચિંતિત છે
ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો અહીનો એક વિદ્યાર્થી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ કરવા માટે ગયો હતો જે હાલમાં ત્યાં ફસાયો છે તેવી માહિતી મળી છે મોરબી જિલ્લા કલેકટર દ્વારા હાલમાં રાહત નિયામકને જાણ કરવામાં આવી છે અને જણાવ્યું છે કે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા દવે પરોઠા વાળા દિપકભાઇ દવેનો દીકરો કુલદીપભાઈ દીપકભાઈ દવે મોરબીથી યુક્રેન ખાતે એમબીબીએસના અભ્યાસ કરવા માટે ગયેલ છે અને હાલમાં છેલ્લા વર્ષની અંદર તે અભ્યાસ કરે છે અને તે હાલમાં યુક્રેનના ટાર્નોપીલ નામના શહેરમાં છે તે હાલમાં સુરક્ષિત છે જો કે, ત્યાં પણ હુમલો થવાની શક્યતા છે જેથી કુલદીપના પિતા દીપકભાઇ દવે સહિતના પરિવારજનો ચિંતિત છે અને આ વિદ્યાર્થીને પરત લાવવા માટે થઈને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ તેના પરિવારજનો દ્વારા દીકરો હેમખેમ ઘરે પાછો ફરે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે
