વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરનાર એક રીઢો આરોપી પકડાયો, બેની શોધખોળ
મોરબીના લીલાપર પાસે નળિયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા પાંચ પકડાયા
SHARE









મોરબીના લીલાપર પાસે નળિયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા પાંચ પકડાયા
મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલ નળિયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં પાંચ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા હતા જેથી પોલીસે તેની પાસેથી 27,100 નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને મળેલ બાતમી આધારે પીએસઆઈ વી.જી.જેઠવા સહિતના સ્ટાફે લીલાપર ગામની સીમ રામાપીરના મંદીર સામે આવેલ લીલાપર ટાઇલ્સ નામના નળીયાના કારખાનાની અંદર વિનોદભાઇ ઉર્ફે ભીખાભાઇ પુંજાભાઇ પરમારની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા વિનોદભાઇ ઉર્ફે ભીખાભાઇ પુંજાભાઇ પરમાર (૩૯), ભરતભાઇ છગનભાઇ ટીંટીયા (૪૯), કિશોરભાઇ પ્રેમજીભાઇ પરમાર (૩૭), હસમુખભાઇ ભવાનભાઇ રાઠોડ (૩૨) અને અજયભાઇ બાબુભાઇ સાગઠીયા (૨૫) મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૭,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
