મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

પોલિસનો લેસમાત્ર ભય નહીં..? : મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે ગાળો બોલવાની ના કહેતા ઉશકેરાઈ ગયેલા શખ્સે વૃદ્ધ વેપારીને છરીના ઘા ઝીકયા..!


SHARE







પોલિસનો લેસમાત્ર ભય નહીં..? : મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે ગાળો બોલવાની ના કહેતા ઉશકેરાઈ ગયેલા શખ્સે વૃદ્ધ વેપારીને છરીના ઘા ઝીકયા..!

મોરબી શહેરના નહેરૂ ગેઇટ પાસે રેડીમેન્ટની દુકાન નજીક જાહેરમાં ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની વૃધ્ધ વેપારીએ ના પાડી હતી જેથી કરીને તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને વૃધ્ધ દુકાનદારને છરીના ઘા માર્યા હતા તેમજ અન્ય વેપારીઓને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નાની બજાર વિસ્તારમાં ત્રિકમરાય મંદિર પાસે રહેતા અને નહેરુ ગેટ પાસે શાકમાર્કેટ નજીક રાજ રેડીમેન્ટ નામની દુકાન ધરાવતા તે સૈફુદીનભાઈ અબ્દુલહુસૈનભાઈ ભારમલ જાતે વોરા (ઉંમર ૬૫) પોતાની દુકાને હતા ત્યારે ત્યાં હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાહી રહે, સિપાઈવાસ વાળો તેની દુકાન પાસે જાહેરમાં ગાળો બોલતો હતો માટે તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા હુસેન ઉર્ફે ઢીંગલીએ તેની પાસે રહેલી છરી આડેધડ હલાવીને સૈફુદીનભાઈને જમણા પગમાં ઇજા કરી હતી અને બીજા વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા સૈફુદીનભાઈએ સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં હુસેન ઉર્ફે ઢીંગલીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News