મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ


SHARE







યુક્રેન અભ્યાસ માટે ગયેલ મોરબીની વિદ્યાર્થીની ફસાઈ છે ત્યાં રશિયાનો હુમલો હાલમાં ચાલુ

 મોરબીથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જતાં હોય છે આવી જ રીતે યુક્રેનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે જેમાં વધુ એક વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. અને આ વિદ્યાર્થીની જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યાં રજા જાહેર મોડી કરી હતી અને તે ત્યાંથી આવવા માટે એરપોર્ટ ઉપર જવાના હતા ત્યાર પહેલા જ રશિયાએ એરપોર્ટ ઉપર હુમલો કર્યો હતો જેથી તે ત્યાંથી નીકળી શકેલ નથી.

મોરબીનો કુલદીપ દીપકભાઈ દવે નામનો યુવાન અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો છે અને તે હાલમાં હુમલા વચ્ચે તે ફસાયો ચ તેવી માહિતી ગઇકાલે સામે આવી હતી તેવામાં મોરબીમાં આવેલ મહાત્મા ગાંધી વિદ્યાલયના સંચાલક લાલજીભાઈ કૂનપરાની દીકરી શૈલજા કુનપરા યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયેલ છે અને ત્યાં માયકોલાઇવ સિટીમાં આવેલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે અને તે હાલમાં છેલ્લા વર્ષમાં છે ત્યારે રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા તે ત્યાં ફસાઈ ગયેલ છે જો કેશૈલજાના કહેવા મુજબ યુક્રેનમાં રશિયન આર્મી છવાઈ ગઈ છે. પરંતુ સિવિલયનને હુમલાનો ડર નથી. પણ હવાઈ હુમલાનું જોખમ સતત રહે છે.

સમસ્ત બ્રહ્મસમાજની માંગ

મોરબીનો વિદ્યાર્થી કુલદીપ દીપકભાઈ દવે અહીથી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયો છે ને ત્યાં તે ટાર્નોપિલ શહેરમાં ફસાયેલ છે અને હાલમાં ત્યાં યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે તેને મોરબી સુરક્ષિત પાછો લાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કૅયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી દ્વારા ટ્વિટરના માધ્યમથી વહીવટી તંત્ર પાસે માંગણી કરેલ છે.






Latest News