મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત


SHARE







વાંકાનેરના કલાવડી પાસે ચાલતા ચાલતા પડી ગયેલા યુવાનને માથામાં ઇજા થવાથી મોત

વાંકાનેર તાલુકાના લાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહેલ યુવાન કોઈ કારણોસર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તે યુવાનનું મૃત્યુ નિપજ્યુ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જામનગર રોડ પર આવેલ સંજયનગર-૨ માં રહેતો આરીફ અકબરભાઈ બ્લોચ નામનો ૪૨ વર્ષીય યુવાન વાંકાનેર તાલુકાના લાવડી ગામ પાસેથી ચાલતા ચાલતા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અકસ્માત મૃત્યુ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 આધેડનું મોત 

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ રોયલ સિરામિકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રામકૃષ્ણ સૂરુદિન કોરી મુનકર (૫૦) નામના આધેડને ચક્કર આવતા તે પડી ગયા હતા અને તેને ત્યારબાદ બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News