મોરબીના કાલીકા પ્લોટમાં સગીરાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીમાં વિશ્વ વન્યજીવ દિવસ તથા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે
SHARE









મોરબીમાં વિશ્વ વન્યજીવ દિવસ તથા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ દ્વારાં તા.૩ માર્ચ વિશ્વ વન્ય જીવ દિવસ તા.૪ માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પૃથ્વી ઉપરનાં તમામ જીવોનાં સંરક્ષણ એટલે કે જાળવણીનો સંકલ્પ કરીએનાં અનુસંધાને ડ્રોઇંગ સીટમાં પ્રાણીનું ચિત્ર દોરી તે પ્રાણીનાં રક્ષણ માટે કેટેગરી મુજબ ભાગ લેવા જણાવાયેલ છે.કેટેગરી-૧ મારાં મનપસંદ વન્ય જીવોને જાળવવા આટલું જરૂર કરીશ, કેટેગરી-૨ ધો.૫ થી ૮ મારાં મનપસંદ વન્ય જીવોનાં રક્ષણ-જાળવણી કરવાં કેવાં પ્રયત્નો કરીશનો બે મીનીટનો વિડીયો,
કેટેગરી-૩ ધો.૯ થી ૧૨ મારાં મનપસંદ વન્ય જીવોની સુરક્ષા-જાળવણી માટે હું શું શું કરી શકું ? બે થી અઢી મીનીટ નો વિડીયો, કેટેગરી-૪ કૉલેજનાં વિધાર્થીઓ શિક્ષક મિત્રો તથા વાલીશ્રીઓ માટે મારાં મનપસંદ વન્ય જીવોને સાચવવા અને લોકોને જાગૃત કરવા હું શું કરી શકું ? નો અઢીથી ત્રણ મિનીટનો વિડીયો દ્વારાં રજુઆત કરવાની રહેશે.ઉપરોકત સ્પર્ધામાં પ્રાણીનું ચિત્ર દોરી કેટેગરી મુજબ દોરેલ પ્રાણીનાં રક્ષણ અંગે પ્રશ્નનાં આપેલ સમય મર્યાદામાં તેનાં યોગ્ય ઉત્તરનો શોર્ટકટ વિડીયો બનાવીને તા.૪-૩ રાતના નવ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક નંબર ઉપર જ મોકલાવવા યાદીમાં જણાવાયેલ છે.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ત્રણ જોડી ટ્રેનોમાં વધારાના કોચ લાગશે
