મોરબીમાં વિશ્વ વન્યજીવ દિવસ તથા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વૃદ્ધ વેપારીને છરીના ઘા ઝીકનાર ઝડપાયો
SHARE









મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વૃદ્ધ વેપારીને છરીના ઘા ઝીકનાર ઝડપાયો
મોરબી શહેરના નહેરૂ ગેઇટ પાસે રેડીમેન્ટની દુકાન નજીક જાહેરમાં ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની વૃધ્ધ વેપારીએ ના પાડી હતી જેથી કરીને તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને વૃધ્ધ દુકાનદારને છરીના ઘા માર્યા હતા તેમજ અન્ય વેપારીઓને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નાની બજાર વિસ્તારમાં ત્રિકમરાય મંદિર પાસે રહેતા અને નહેરુ ગેટ પાસે શાકમાર્કેટ નજીક રાજ રેડીમેન્ટ નામની દુકાન ધરાવતા તે સૈફુદીનભાઈ અબ્દુલહુસૈનભાઈ ભારમલ જાતે વોરા (ઉંમર ૬૫) પોતાની દુકાને હતા ત્યારે ત્યાં હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાહી રહે, માતમ ચોક સિપાઈવાસ વાળો તેની દુકાન પાસે જાહેરમાં ગાળો બોલતો હતો માટે તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા હુસેન ઉર્ફે ઢીંગલીએ તેની પાસે રહેલી છરી આડેધડ હલાવીને સૈફુદીનભાઈને જમણા પગમાં ઇજા કરી હતી અને બીજા વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા સૈફુદીનભાઈએ સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પોલીસે આ ગુનામાં હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ બેલીમ જાતે સિપાહી (૩૨) રહે, માતમ ચોક સિપાઈવાસ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.
