સાંતલપુરના એન.ડી.પી.એસ.ના ગુન્હા અને હથીયારના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ઝડપાયા
વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
SHARE









વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
વાંકાનેર સીટી પો.સ્ટે. ના વઘાસીયા ગામની સીમમાંથી આજથી સાડા પાચેક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરવામાં આવ્યું હતું અને તે ગુનામાં સગીરાને ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે ઝડપી લીધેલ છે અને ભોગ બનનારને શોધી કાઢેલ છે
મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે જયવંતસિંહ ગોહીલ તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે, વાંકાનેર સીટી પો.સ્ટે.ના વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતી તે આરોપી તથા ભોગબનનાર બન્ને વીછીયા વિસ્તારમાં આવેલ મોટા માત્રા, ગોરૈયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં છે જેથી દશરથસિંહ ચાવડાનાઓ સાથે પોલીસ ટીમને વીછીયા મોકલતા આરોપી વિજયભાઇ ભીખાભાઇ બોરસળીયા જાતે કોળી (ઉ.૨૫) રહે. મોટા હરણીયા ચોટીલા રહે. હાલ ગોરૈયા ગામની સીમ ભીમસીંગભાઇ રબારીની વાડીમાં વાળો તથા ભોગબનનાર બાળા સાથે મળી આવેલ હતો જેથી પોલીસે બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પો.સ્ટે.ને આપી દીધેલ છે
