મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત


SHARE











માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આધેડનું મોત

માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેને જા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસેથી જામનગર હાઇવે તરફ જતા રોડ ઉપર કાંતિભાઈ દેવજીભાઈ મુછડીયા (ઉંમર ૫૦) જતાં હતા ત્યારે તેઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે કાંતિભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં માળીયા પોલીસ દ્વારા મૃતકના કાકા સોઢુંભાઈ ભીમાભાઇ મુછડિયા (ઉમર ૫૫) રહે પીપળીયા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ સીરામીક પાસેથી પસાર થતી રિક્ષાને પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે નીચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર હડફેટે લીધી હતી ત્યારે આ રીક્ષામાં બેઠેલ પેસેન્જર નરેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત કરીને ટ્રક ચાલક પોતાની ટ્રક લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવમાં ઝાલાભાઈ ચંદુભાઇ રાઠોડ (ઉમર ૪૩) રહે. ગાયત્રીનગર સોસાયટી હનુમાનજી મંદિરની સામે જૂની સમર્પણ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે જરૂરી છે






Latest News