મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ
SHARE









મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ
ગરવા ગિરનારની ગોદમાં યોજાયેલ કોરોના કાળ પછીના પહેલા શિવરાત્રીના મેળામાં મોરબી જિલ્લાની સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પની સુવાસ ફેલાવામાં આવી રહી છે. મિનીકુંભથી ખ્યાતનામ અને અનેક અખાડાના મહંત અને સાધુઓ જયાં વાસ કરે છે અને જેનો મહિમા અપરંપાર છે એવી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે રવાડીની ઝાંખી કરવા શ્રદ્ધાળુઓ દ્વારા આગોતરા જગ્યા રોકી લે છે.ત્યારે પાટીદાર સમાજના સંત આંબાભગતની જુનાગઢ ખાતે જાણીતી જગ્યા આવેલી છે જ્યાં હજારો ભાવિકો ઉમટી પડ્યા છે.અહી રહેવા-જમવા સહિતની સુવિધાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ધોડાસરા, ઉપપ્રમુખ શાંતીલાલ સવસાણી, મંત્રી હરીભાઇ છત્રોલા, કાંતીલાલ દલસાણીયા સહિતના સભ્યો અને ભાવિક ભાઈઓ દ્વારા સેવાકાર્યની ધુણી ધખાવવામાં આવેલ છે.
