મોરબી : આંબાભગત જગ્યા દ્વારા ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ
મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠકના સમરસ ગામના સરપંચોને મંત્રીના હસ્તે ચેક અર્પણ
SHARE









મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠકના સમરસ ગામના સરપંચોને મંત્રીના હસ્તે ચેક અર્પણ
થોડા સમય પહેલા યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠકના જેટલા ગામો સમરસ થાય તે ગામને એક લાખ રૂપિયા ગામના વિકાસ માટે આપવાની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયાએ જાહેરાત કરી હતી જેથી કરીને આ બેઠકમાં આવતા ૧૬ ગામ સમરસ થાય હતા તે ગામના સરપંચોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી-માળીયાના ધારાસભ્ય તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી અને બાબુભાઇ હુંબલ, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગળચર, જીલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ ટમારિયા, જીલ્લા પંચાયત ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઈ દેસાઈ, રવજીભાઈ, મેરાભાઈ તેમજ અન્ય આગેવાનો હજાર રરહ્યા હતા અને તેની હાજરીમાં ૧૬ ગામના સરપંચોને ચેક આપવામાં આવેલ છે
