મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇક ચાલકે રાહદારી દંપતીને હડફેટે લેતા બંને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇક ચાલકે રાહદારી દંપતીને હડફેટે લેતા બંને સારવારમાં ખસેડાયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસેથી પસાર થઇ રહેલ દંપતીને બાઈક ચાલકે અડફેટે લીધું હતુ જેથી દંપતીને ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે અને હાલમાં ભોગ બનેલ વૃધ્ધના ભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાઘપરા શેરી નંબર-૧૧ ની અંદર રહેતા મનસુખભાઇ હીરાભાઈ ઉભડીયા જાતે પ્રજાપતિ (ઉંમર ૫૬) એ હાલમાં દિલીપભાઈ હસમુખભાઈ બાવરવાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોકની સામે આવેલ જેપી ફાર્મ હાઉસ પાસેથી તેના ભાઈ વજીભાઈ ઉભડીયા તેમજ ભાભી દીપનાબેન ચાલીને જઇ રહ્યા હતા ત્યારે આરોપી પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એન ૯૧૪૨  લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ફરિયાદીના ભાઈ-ભાભીને અડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીના ભાઈ લવજીભાઈને માથાના ભાગે હેમરેજ તેમજ પાંસળીનું ફ્રેકચર જેવી ઇજાઓ થયેલ છે અને તેના ભાભી દીપનાબેનને પણ માથાના પાછળના ભાગે ઈજા થઇ હતી માટે તે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં મનસુખભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મોરબી હાઇવે ઉપર આવેલ નાજ રોડ લાઇન્સની સામેના ભાગમાં આવેલ રામદેવ હોટલ પાસે ફરિયાદી સૌરભભાઈ અનિલભાઈ નિષાદ જાતે મહાલ (ઉંમર ૨૭) રહે. મૂળ ઉત્તર પ્રદેશ હાલ રહે. ભુજ વાળાએ ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૧૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રેલર ગફલતભરી રીતે ચલાવીને ગાડી કંટ્રોલ ન થતાં કટમાં વળી લીધી હતી જેથી ફરિયાદી સૌરભભાઈની ગાડી સાથે તેણે પોતાનું વાહન અથડાવ્યું હતું ત્યારે ફરિયાદી સૌરભભાઈ અને સંદીપભાઈને ઇજા થઈ હતી માટે સારવારમાં ખસેડાયા હતા અને વાદમાં ભોગ બનેલા સૌરભભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેલર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News