મોરબીમાં પરિણીતાને પરાણે રિસામણે મોકલીને છૂટાછેડાની ધમકી આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ
મોરબીમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૩ મહિલા સહિત આઠ જુગારી પકડાયા
SHARE









મોરબીમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૩ મહિલા સહિત આઠ જુગારી પકડાયા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઓરીએન્ટલ બેંક વાળી શેરીના ખાંચામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગાર રેડ કરી હતી ત્યારે ૩ મહિલા સહીત કુલ મળીને ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર નજીક આવેલ ઓરીએન્ટલ બેંક વાળી શેરીના ખાંચામાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જીતેન્દ્રભાઈ ગોગાભાઈ બાબરીયા, મુક્તાબેન મનસુખભાઈ સનુરા, રીંકુબેન દીપકભાઈ સનુરા અને મંજુબેન દિનેશભાઈ સનુરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ચલણી નોટથી જુગાર
મોરબીના જૂના બસ સ્ટેશન પાસે ચલણી નોટના આધારે બે શખ્સો જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉ.૪૨) અને મુનવરભાઇ અનવરભાઇ મીનીવાડીયા જાતે ઘાંચી (ઉ.૩૯) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આસ્વાદ પાન પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં રેડ કરતાં તૌફીકભાઇ કરીમભાઇ ખોખર જાતે પીંજારા (ઉ.૨૮) અને દિલીપભાઇ કાનજીભાઇ ઉભડીયા જાતે પ્રજાપતી (ઉ.૨૪) ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૪૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
