મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હસનપર પાસે નાના ભાઈના દીકરાને કેમ આપતા નથી કહીને આધેડને માર માર્યો


SHARE







વાંકાનેરમાં હસનપર પાસે નાના ભાઈના દીકરાને કેમ આપતા નથી કહીને આધેડને માર માર્યો

વાંકાનેર રેલવે સ્ટેશન પાસે આવેલ હસનપર ગામ નજીક નાના ભાઈના દીકરાને કેમ આપતા નથી તેવું કહીને આધેડને માર માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના હસનપર ગામે રહેતા હીરાભાઈ માધાભાઈ સરૈયા જાતે ભરવાડ (ઉંમર ૫૦) એ હસનપર ગામે રહેતા સમીરભાઇ સતાભાઇ ભરવાડની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી સમીરભાઈએ તેના નાના ભાઈના છોકરાને કેમ આપતા નથી એવું કહીને હિરાભાઇની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારે આરોપીએ હાથમાં પહેરેલું કડુ ફરિયાદી હીરાભાઈને માથામાં માર્યું હતું જેથી કરીને તેઓને ઈજા થઈ હતી અને હીરાભાઈને આરોપી સમીરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલ હીરાભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની અંકુર સોસાયટીમાં કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતા લલીતાબેન શાંતિભાઈ ખગોલા નામના ૬૮ વર્ષીય મહિલા જેતપર ગામ નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઇકમાંથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલા લલીતાબેનને સારવારમાં મોરબી લવાયા હતા.જ્યારે મોરબીના ખાખરાળા ગામે રહેતા ભગવતીબેન મનસુખભાઈ સદાતિયા નામના ૫૦ વર્ષીય મહિલા વાડીએથી પરત ઘરે જતા સમયે ગામના મેલડી માતાના મંદિર પાસે ટ્રેક્ટર માંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત ભગવતીબેનને સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચીમાંડલ પાસે આવેલ સિરામિક યુનિટ પાસે રહીને રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા નરેન્દ્રસિંહ રાજપુત નામનો ૩૫ વર્ષીય યુવાન રિક્ષા લઈને જતો હતો ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે ઘુંટુ ગામ પાસે આવેલ નાગબાઈ માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ઘુંટુના રહેવાસી કાસમ આમીન ફકીર (૩૫) અને ધ્રાંગધ્રાના રહેવાસી હુસેનાબેન તૌફીકભાઈ રફાઇ (૨૫) નામના બે લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ એ ખસેડાયા હતા.






Latest News