મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇક ચાલકે રાહદારી દંપતીને હડફેટે લેતા બંને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇક ચાલકે રાહદારી દંપતીને હડફેટે લેતા બંને સારવારમાં ખસેડાયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક પાસેથી પસાર થઇ રહેલ દંપતીને બાઈક ચાલકે અડફેટે લીધું હતુ જેથી દંપતીને ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે અને હાલમાં ભોગ બનેલ વૃધ્ધના ભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાઘપરા શેરી નંબર-૧૧ ની અંદર રહેતા મનસુખભાઇ હીરાભાઈ ઉભડીયા જાતે પ્રજાપતિ (ઉંમર ૫૬) એ હાલમાં દિલીપભાઈ હસમુખભાઈ બાવરવાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોકની સામે આવેલ જેપી ફાર્મ હાઉસ પાસેથી તેના ભાઈ લવજીભાઈ ઉભડીયા તેમજ ભાભી દીપનાબેન ચાલીને જઇ રહ્યા હતા ત્યારે આરોપી પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એન ૯૧૪૨  લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ફરિયાદીના ભાઈ-ભાભીને અડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીના ભાઈ લવજીભાઈને માથાના ભાગે હેમરેજ તેમજ પાંસળીનું ફ્રેકચર જેવી ઇજાઓ થયેલ છે અને તેના ભાભી દીપનાબેનને પણ માથાના પાછળના ભાગે ઈજા થઇ હતી માટે તે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં મનસુખભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મોરબી હાઇવે ઉપર આવેલ નાજ રોડ લાઇન્સની સામેના ભાગમાં આવેલ રામદેવ હોટલ પાસે ફરિયાદી સૌરભભાઈ અનિલભાઈ નિષાદ જાતે મહાલ (ઉંમર ૨૭) રહે. મૂળ ઉત્તર પ્રદેશ હાલ રહે. ભુજ વાળાએ ટ્રેઇલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૧૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રેઇલર ગફલતભરી રીતે ચલાવીને ગાડી કંટ્રોલ ન થતાં કટમાં વળી લીધી હતી જેથી ફરિયાદી સૌરભભાઈની ગાડી સાથે તેણે પોતાનું વાહન અથડાવ્યું હતું ત્યારે ફરિયાદી સૌરભભાઈ અને સંદીપભાઈને ઇજા થઈ હતી માટે સારવારમાં ખસેડાયા હતા અને વાદમાં ભોગ બનેલા સૌરભભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેઇલર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News