મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ગેરેજ સામે કાર મૂકવાની ના કહેતા વૃદ્ધે માથામાં પાઇપ ફટકાર્યો : નવ ટાંકા આવ્યા
SHARE









મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ગેરેજ સામે કાર મૂકવાની ના કહેતા વૃદ્ધે માથામાં પાઇપ ફટકાર્યો : નવ ટાંકા આવ્યા
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ગેરેજ ધરાવતા વૃદ્ધે પોતાની ગેરેજ પાસે કારને પાર્ક કરવાની ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે પોતાની કારમાંથી લોખંડનો પાઈપ કાઢીને વૃદ્ધને માથામાં ફટકાર્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા ત્યારે તેઓને માથામાં નવ ટાંકા આવ્યા હતા હાલમાં વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચૌહાણ શેરીમાં વોરાની નાની મસ્જિદ પાસે રહેતા અને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ગેરેજ ધરાવતા અબ્દુલભાઈ હાજીઅયુબભાઈ બ્લોચ જાતે મકરાણી (ઉ.૫૯) પોતાના ગેરેજે હતા ત્યારે તેઓના ગેરેજની સામેના ભાગમાં ગાડી નંબર જીજે ૩ જીસી ૦૧૫૦ વાળા વિક્રમસિંહ અજીતસિંહ ઝાલાએ પોતાની કાર પાર્ક કરી હતી જે કારને ત્યાં પાર્ક ન કરવા માટે અબ્દુલભાઈએ કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા વિક્રમસિંહ ઝાલાએ પોતાની કારમાંથી લોખંડનો પાઈપ કાઢીને અબ્દુલભાઈને માથાના ભાગે એક ઘા ફટકારી દીધો હતો અને શરીરે આડેધડ માર માર્યો હતો જેથી તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને ગગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ભોગ બનેલા અબ્દુલભાઈને સારવારમાં લઈ ગયા હતા ત્યારે તેને માથામાં નવ ટાંકા આવ્યા હતા અને તેને હાલમાં સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
