માળીયા (મી)ની ભીમસર ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતી ત્રણ ભેસ સાથે બે શખ્સ ઝડપાયા
મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકરનગરમાં યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં આવેલ ઓરડીની અંદર રહેતા મૂળ યુપીના રહેવાસી યુવાને કોઈ કારણોસર પોતાની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગરની અંદર અમિતભાઈ પરમારની ઓરડીમાં કાકાના દિકરાની સાથે ભાડે રહેતા પીયૂષભાઈ કોમલસિંગ યાદવ જાતે આહીર (ઉંમર ૧૮) એ પોતાની ઓરડીમાં કોઈ કારણસર દોરડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને આપઘાતના બનાવની જીતુભાઇ રામજીભાઇ ગોહિલએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
