મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં કાલે સાઈબર ક્રાઈમ લોક જાગૃતી કાર્યક્રમ યોજાશે, મેડીકલ કેમ્પ યોજી જન્મદિવસ ઉજવાયો
SHARE









મોરબીમાં કાલે સાઈબર ક્રાઈમ લોક જાગૃતી કાર્યક્રમ યોજાશે, મેડીકલ કેમ્પ યોજી જન્મદિવસ ઉજવાયો
શ્રીમતી દેવીબેન હિતેનભાઈ શાહ(અમેરિકા) ના જન્મદિન નિમિતે મોરબીના ડો.હસ્તિબેન મેહતા દ્વારા યોજવામાં આવતા એક દિવસીય કેમ્પમાં ત્રણ દિવસની ફ્રી દવા તથા જરૂરિયાત મુજબ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ તથા બીપી ચેક કરી આપવામાં આવેલ.પોલીસ લાઈન પ્રાથમિક શાળામાં આ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કેમ્પને સફળ બનાવવા માટે ફિરોઝભાઈ બગથરીયા, સ્કૂલના પુષ્પાબેન તથા સ્ટાફ, ચંદ્રલેખાબેન મેહતા,.કેતનભાઈ મેહતા, કૌશીકાબેન રાવલ, જીગરભાઇ ભટ્ટ, રશ્મિનભાઈ દેસાઈ, તથા હેમાંગે ખૂબ જહેમત ઉઠાવી હતી.
જયારે મોરબીમાં આવતી કાલ તા.૨-૩ ને બુધવારના રોજ સાઈબર ક્રાઈમ લોક જાગૃતી કાર્યક્રમ યોજીશે.પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી- ગાંધીનગર દ્રારા આ આયોજન કરાયેલ છે. ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી જિલ્લા દ્વારાં આવતી કાલ તા.૨-૩ ને બુધવારનાં રોજ સાઈબર ક્રાઈમ લોક જાગૃતી કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવેલ છે. કાર્યક્રમ અંતર્ગત વધતાં જતાં ઓનલાઇન ક્રાઈમને અટકાવવા માટે મદદરૂપ થઈએ, સાવચેત રહીએ, સાવધ રહીએ, સતર્ક રહીએ તે માટે સાઈબર ક્રાઈમ લોક જાગૃતી કાર્યક્રમનું આયોજન કરેલ છે.કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્કૂલ-કોલેજનાં વિધાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ ભાગ લઈ શકશે.તા.૨ ના સવારે ૧૧ થી ૧૨ ધી વી.સી.ટેક.હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલ, જુની બિલ્ડીંગ બીજા માળે આ સાઈબર ક્રાઈમ લોક જાગૃતી કાર્યક્રમ યોજાવાનો હોય તેનો લાભ લેવાં સમયસર હાજર રહેવું. તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રએ યાદીમાં જણાવેલ છે.
