માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના સિવાલયોમાં પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવતા ભાવિકો


SHARE

















મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના સિવાલયોમાં પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવતા ભાવિકો

આજે સમગ્ર દેશ અને દુનિયામાં શિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીની બાજુમાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી પણ લોકો શિવજીના દર્શન કરવા માટે આવ્યા છે અને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવ હતી

શિવરાત્રીના દિવસે શિવજીના પૂજન અર્ચન નો અનેરો મહિમા હોય છે જેથી કરીને દેશના દરેક ખૂણામાં આવેલા શિવમંદિરોમાં ભક્તો દ્વારા શિવરાત્રીના દિવસે વિશેષ પૂજન અર્ચન અને મહાઆરતી મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જ વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબીની નજીક રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીના દિવસે પૂજન અર્ચન અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવે છે ત્યારે આજે શિવરાત્રીના દિવસે વાંકાનેરના યુવરાજ કેસરીસિંહ ઝાલા સહિતના અનેક શિવ ભકતોએ શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને હાલમાં સમગ્ર ભારત દેશ અને દુનિયામાં જે કોરોનાની મહામારી છે તેમાંથી લોકોને મુક્તિ મળે તેવી પ્રાર્થના અને દાદાને કરી હતી તેની સાથે સાથે વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેમાં પણ શાંતિ સ્થપાય તેવી પણ અનેક શિવભકતો દ્વારા શિવજીને પ્રાર્થના કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાધી દેવ મહાદેવ કૈલાસપતિ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિસ્તારમાં વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે અને જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે માટે તેનુ મહત્વ પણ જ્યોર્તિલીંગ જેટલુ જ છે આજે શિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તો શિવજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.




Latest News