મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના સિવાલયોમાં પૂજન-અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવતા ભાવિકો
હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને સંયમનો માર્ગ અપનાવ્યો
SHARE









હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને સંયમનો માર્ગ અપનાવ્યો
ઘણા યુવાનો આજની તારીખે સરકારી નોકરી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગર ગામના યુવાન જગદીશભાઈ દલવાડીને રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરી મળી હતી અને તે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ પણ બજાવતો હતો જો કે, તેને સંસાર છોડી દીધો છે અને વિધિવત રીતે સંયમના માર્ગે અપનાવ્યો છે ત્યારે સમસ્ત ગ્રામજનોએ તેને વાજતે ગાજતે વિદાય આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મયુરનગરના રાઘુભાઈ દલવાડીને ત્રણ દીકરા છે જેમના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું બીજા જગદીશભાઈને રેવન્યુ વિભાગમાં કલાર્કની નોકરી મળી હતી જેથી તે વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતો હતો અને જગદીશભાઇને નાનપણથી જ ભક્તિમાં વધુ રસ હતો ત્યારે તેને સનાતન ધર્મના રસ્તે જવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને સંસાર ત્યજી દેતા જગદીશભાઈ હવે જગદીશબાપુ બની ગયેલ છે અને તેમણે પરિવારજનો અને સમસ્ત ગામ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી
