હળવદના મયુરનગર ગામના યુવાન સરકારી નોકરી છોડીને સંયમનો માર્ગ અપનાવ્યો
મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું
SHARE
મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું
મુળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા એએસઆઈ મનુભા બાબુભા ગઢવી વાય મર્યાદાના લીધે મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે નિવૃત થયા છે જેથી કરીને સાથી અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને શ્રીફળ અને પાડો આપીને વિદાયમાન આપવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૧૯૮૩ માં તેઓની પોલીસ બેડામાં ભરતી થઈ હતી અને તેમનું પ્રથમ પોસ્ટિંગ ગોંડલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેઓએ પોતાની ફરજના ભાગ રૂપે ધોરાજી, વાંકાનેર, બગથળા ઓપી, જિલ્લા ટ્રાફિક, મોરબી સિટી, જામ કંડોરણા, જેતપુર, જિલ્લા ટ્રાફિક મોરબી, અને મોરબી જિલ્લા કંટ્રોલ ખાતે ફરજ બજાવી છે અને તેઓ નિવૃત થાય છે ત્યારે પોલીસ પરિવાર દ્વારા નીરોગી અને તંદુરસ્ત તેઓનું જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે