મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઇ


SHARE







મોરબીના ત્રાજપરમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઇ

મોરબી શહેરના ત્રાજપર વિસ્તારની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે છ મહિલાઓ જુગાર રમતી હોય તેની પાસેથી પોલીસે રોકડા ૫૧૫૦ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર વિસ્તારની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ગીતાબેન લાલજીભાઈ કોળી (ઉંમર ૪૦), શારદાબેન ગણેશભાઈ કોળી (ઉંમર ૩૬), વિજયાબેન જગદિશભાઈ કોળી (ઉંમર ૩૬), મંજુબેન જયસુખભાઇ કોળી (ઉંમર ૫૩), ભાવનાબેન અશોકભાઈ કોળી (ઉંમર ૪૦) અને વર્ષાબેન બચુભાઈ કોળી (ઉંમર ૩૩) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે ૫૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેરના વિરપર ગામની સીમમાં કારખાનાની સામેના ભાગમાં પડતર પડેલી જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ૮૦૦ લિટર આથો અને અન્ય સાધન સામગ્રી જેમાં ગેસનો બાટલો, ગેસનો ચૂલો વિગેરે મળીને પોલીસે ૩૨૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે અને આ ભટ્ઠી સાગર રમેશભાઇ ડાંગરેચા જાતે કોળી રહે. વીરપર વાળાની હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News