મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભણતરના ભારથી ઝેરી દવા પી જતાં વિદ્યાર્થીની રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીમાં ભણતરના ભારથી ઝેરી દવા પી જતાં વિદ્યાર્થીની રાજકોટ ખસેડાઇ

મોરબીના લાતીપ્લોટ વિસ્તાર પાસે આવેલ જોન્સનગરમાં રહેતા પરિવારની યુવતી ધો.૧૨ માં અભ્યાસ કરતી હોય અને દરમ્યાનમાં ગઈકાલે મોડી રાતના સમયે અભ્યાસના ટેન્શનમાં કોઈ દવાના વધુ પડતા ટીકડા ખાઈ લેતાં તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું રાજકોટ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

રાજકોટ ખાતેથી મળતી વિગતો મુજબ શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગર લુકસ ફર્નિચર નજીક રહેતા સુજાબેન ઈદ્રીશભાઈ સરવદી નામની અઢાર વર્ષીય યુવતીએ તેના ઘેર કોઈ અજાણી દવાના વધુ પડતા ટુકડાઓ ખાઈ લેતાં તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં સુજાબેન સરવદીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું તેણી ત્રણ ભાઈ-બહેનોમાં મોટી હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા સુજાબેન ઇદ્રીસભાઇ સરવદીએ અભ્યાસના ટેન્શનને લઈને ઉપરોક્ત પગલું ભર્યું હોય હાલ તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયેલ છે.




Latest News