માળીયા પોલીસે પાસા વોરંટના આરોપીને પકડીને રાજકોટ જેલ હવાલે કર્યો
મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો
SHARE









મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો
મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ન્યુ ઓમશાંતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના દુરઉપયોગ સામે જાગૃત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.શાળા તેમજ કોલેજમાં જતી યુવતીઓના યેનકેન પ્રકારે ફોન નંબર મેળવીને બાદમાં તેની પજવણી કરવામાં આવતી હોય છે માટે આ પ્રકારની જો કોઈ પ્રવૃત્તિઓ થતી હોય તો તે પ્રવૃત્તિઓ અંગે સજાગ રહેવા માટે અને યેનકેન પ્રકારે યુવતીઓના નંબર મેળવીને યુવતીઓની પજવણી કરતા ઇસમોની શાન ઠેકાણે લાવવા માટે આ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.સેમિનાર દરમ્યાન મોબાઇલમાં જયાં ત્યાં બેલેન્સ રિચાર્જ ન કરાવવા માટે તેમજ તેને લગતી અન્ય બાબતો ધ્યાનમાં રાખવા જેવી વાત કરીને તમારો ફોન નંબર અન્ય કોઈપણ પાસે ન જાય તે પ્રકારની તકેદારી કઈ રીતે રાખવી તે અંગે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું અને જો તેમ છતાં પણ કોઈ આ પ્રકારની પજવણીની ગેર કાયદેસર પ્રવૃત્તિ જોવા મળે અને હેરાનગતિ હોય તો તાત્કાલિક તે અંગે પરિવારજનોને અથવા તો શાળામાં શિક્ષકોને અથવા તો પોલીસનો રૂબરૂ સંપર્ક કરવામાં આવે તેવી પણ તેઓને માહિતી આપવામાં આવી હતી.આ તકે એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.અવરેનેશ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને લગતી કોઈપણ મુશ્કેલીની તાત્કાલિક પરિવારજન કે પોલીસને જાણ કરવા જણાવાયુ હતુ.
