માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટનો ખાર રાખી બે યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટનો ખાર રાખી બે યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી સ્ટોરી બાબતે સારું નહીં લાગતાં વાવડી ચોકડી પાસે યુવાન અને તેના મિત્ર પાસે આવીને ત્યાં બંનેને માર મારીને તેના વાહનમાં નુકસાન કર્યું હતું અને ત્યાર બાદ યુવાન અને તેના મિત્રનું અપહરણ કરીને હુસેનભાઈના ડેલે લઈ જવાયા હતા ત્યાં અન્ય ચાર શખ્સો દ્વારા તે બંનેને માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના લાયન્સનગરમાં રહેતા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉંમર ૧૮) એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી જે સ્ટોરી બાબતે હુમલો કરનાર આરોપીઓને સારું નહીં લાગતા સાગર નવઘણભાઈ ભરવાડ, રાજેશભાઈ હિતેશભાઈ રબારી, જીગર જીલુભાઈ ગોગરા અને ફૈઝલ સંધિએ વાવડી ચોકડી પાસે રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિત પાસે આવીને તેઓની સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે બંનેને માર માર્યો હતો અને ધોકા વડે ફરિયાદીના બાઈકમાં નુકસાન કર્યું હતું ત્યાર બાદ રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિતનું બાઈકમાં અપહરણ કરીને હુસેનભાઇના ડેલે લઈ ગયા હતા અને ત્યાં ડેનિસ કીશોર મિસ્ત્રી, રોહિત જીવસદાસ બાવાજી, ઈરફાન કરીમ પારેડી અને એક અજાણ્યા શખ્શે તેઓને ગાળો આપી, લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ૧૦ આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલમાં વધુ એક આરોપી રાજૂ ઉર્ફે રાજિયો હિતેશભાઇ રબારી (૨૩) લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં બે આરોપીઓને પકડવાના વાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મધુસ્મૃતી સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ શર્મા (૪૨) અને જીતેન્દ્રભાઇ શર્મા (૨૬) નામના બે યુવાનો બાઈકમાં જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપરના લક્ષ્મીનગર ગામ નજીક તેઓના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત દેવેન્દ્રભાઈ અને જીતેન્દ્રભાઈને અહીંની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. તેમજ ધાંગધ્રાના ચોત્રાફળી ગામનો વિકાસ પૃથ્વીપાલ તિવારી નામનો ૩૨ વર્ષીય યુવાન હળવદ રોડ ઉપરથી જતો હતો ત્યારે લેક્સિકોન સિરામિક નજીક તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા વિકાસ તિવારીને સામેકાંઠે સમર્પણ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે આવેલ વાડી વિસ્તારમાં સોનલબેન પ્રતાપસિંહ ચૌહાણ નામની ૩૬ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીં મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવની જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથક એચ.એમ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા જયશ્રીબેન નરેશભાઈ વિકાણી નામની ૨૫ વર્ષીય મહિલાએ મોડીરાત્રીના તેમના ઘેર કોઇ દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની શુભ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થવાથી તાલુકા પોલીસ મથકના ઈશ્વરભાઈ કલોતરાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News