મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવી
મોરબીના માધાપર અને લાતી પ્લોટમાં જુગારની બે રેડ : ૯ જુગારી, ૨૯,૯૫૦ ના મુદામાલ સાથે પકડાયા
SHARE









મોરબીના માધાપર અને લાતી પ્લોટમાં જુગારની બે રેડ : ૯ જુગારી, ૨૯,૯૫૦ ના મુદામાલ સાથે પકડાયા
મોરબી શહેરના માધાપર અને લાતી પ્લોટમાં પોલીસ દ્વારા બે જુદી જુદી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૯ જુગારીયાઓ ઝડપાયા હતા અને પોલીસે તેઓની પાસેથી ૨૯૯૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર બે-ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કિશોરભાઈ બાબુભાઈ કોળી, અલ્લારખાભાઈ ગુલામહુસેનભાઈ રાઉમાં, કબીરશા અલીશા સૈયદ, કિરીટભાઈ બાબુભાઈ આગેચાણીયા અને સોહિલભાઈ રસુલભાઇ સુમરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૬૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના માધાપર શેરી નંબર-૫ માં રેડ કરવામાં આવી હતી અને ત્યાં જુગાર રમતા ગોવિંદભાઈ હીરજીભાઈ મુંધવા, અનવરઅલી ગુલામહુશૈન રાજાણી, રસુલશા કરીમશા હશાહમદાર અને દયાલજીભાઇ રતીલાલભાઇ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
