મોરબીના માધાપર અને લાતી પ્લોટમાં જુગારની બે રેડ : ૯ જુગારી, ૨૯,૯૫૦ ના મુદામાલ સાથે પકડાયા
મોરબીમાં ધારાસભ્યની પત્નીએ જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું હોવાની કલેક્ટરને રજૂઆત
SHARE









મોરબીમાં ધારાસભ્યની પત્નીએ જમીન પચાવી પાડવા માટે દબાણ કર્યું હોવાની કલેક્ટરને રજૂઆત
મોરબીના ત્રાજપરના માજી સરપંચ અને ધારાસભ્યના પત્ની દ્વારા માલિકીના પ્લોટમાં પેવર બ્લોક પાથરીને જમીન પચાવી પાડવામાં આવી છે તેવા આક્ષેપ હાલમાં ભોગ બનનાર દ્વારા કરવામાં આવેલ છે અને જિલ્લા કલેકટરને આ મુદે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના ત્રાજપરમાં રહેતા હનુભા લખમણભાઈ, રઘુભાઈ મેરૂભાઈ અને બાબુભાઈ મેરૂભાઈ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નજીકના ત્રાજપર વિસ્તારની અંદર તેના પિતાને ઘરથાળના જે સરકારમાંથી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા તેનો કબજો તેઓની પાસે હતો દરમિયાન મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતમાં જયારે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની જસુબેન પરસોત્તમભાઈ સાબરીયા સરપંચ તરીકે આવ્યા હતા ત્યારે તેઓની માલિકીના પ્લોટ ઉપર જાહેર રસ્તો પેવાર બ્લોક પાથરીને બનાવી નાખેલ છે અને તેઓની માલિકીની જમીન પચાવી પાડવાના ઈરાદે આ રસ્તો બનાવવામાં આવ્યો હોય તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે આટલું જ નહીં ધારાસભ્યએ પોતાની વગનો ઉપયોગ કરીને અને સરપંચ તરીકે જ્યારે તેમના પત્ની હતા ત્યારે સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરીને હાલમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને પ્લોટ પચાવી પાડનાર ત્રાજપરના માજી સરપંચ અને ધારાસભ્યના પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે.
