માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવી


SHARE

















મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ષષ્ટિપૂર્તિ અન્વયે વિવિધ દેવાલયોના દર્શન કરી ધન્યતા અનુભવી

હિન્દૂ પરંપરામાં ષષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આગામી તા.૮-૩ ના રોજ પોતાના જીવનના ૬૦ વર્ષ પુરા કરી રહ્યા છે તે નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો હતો. જેમા મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને તે અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ, કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરીને શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો.જેમા તેઓએ શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર અંકુર સોસાયટી, સત્યેશ્વર, સોમનાથ, જનકલ્યાણેશ્વર, રામેશ્વર સામાકાંઠે, શંકર આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી. તમામ મંદિરોના મહંતો અથવા પૂજારીઓને શાલ ઓઢાળીને સન્માન પણ કર્યું હતું.દર્શન-યાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.




Latest News