મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સીનીયર સીટીઝનો માટે કાર્યક્મનું તેમજ રવાપરમાં આધારકાર્ડ કેમ્પના આયોજનો


SHARE

















મોરબી સીનીયર સીટીઝનો માટે કાર્યક્મનું તેમજ રવાપરમાં આધારકાર્ડ કેમ્પના આયોજનો

મોરબી સીનીયર સીટીઝન સંસ્થા તરફથી તા.૬-૨ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૭ જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા મહિલા મંડળનો ધુન ભજનનો પ્રોગ્રામ રાખેલ છે.તો દરેક સભ્યોઓએ હાજરી આપવા તેમજ કાર્યક્રમ બાદ ડો.બી.કે.લહેરૂ તરફથી પ્રસાદનું આયોજન કરાયેલ છે તેમ સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ મહેતા અને મંત્રી મહેશભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.

તેમજ રવાપરના સરપંચ નીતીનભાઇ ભટાસણાએ રવાપરા ગામની જાહેર જનતાને જણાવેલ છે કે આજે તા.૩-૩ ને ગુરૂવારના રોજ સાંજે આધારકાર્ડ મોબાઇલ અપડેટનો કેમ્પ રવાપરા ગ્રામ પંચાયત કચેરીએ સાંજે ૪ થી ૮ રાખેલ છે.આ કેમ્પ મોરબી મેઈન પોસ્ટ ઓફિસની ટીમ દ્વારા રાખવામાં આવેલ છે. કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી આપશે અપડેટ કરી આપશે જેમાં આધાર કાર્ડ નંબર અને મોબાઇલ સાથે રાખવા તેમજ ૦ થી ૫ વર્ષ નાં બાળકોનાં નવા આધાર કાર્ડ કાઢી આપશે.જે માટે મોબાઇલ, બાળકનો ઓરીજનલ જન્મ તારીખનો દાખલો તેમજ પીતા અથવા માતાનું આધાર કાર્ડ બે માંથી ગમે તે એક સાથે રાખવાનું રહેશે.રવાપરા ગામની જાહેર જનતાએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં હાજર રહી લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News