મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની વીશી હાસ્કુલમાં યોજાશે એક દીવસીય હસ્તકલા વર્કશોપ


SHARE











મોરબીની વીશી હાસ્કુલમાં યોજાશે એક દીવસીય હસ્તકલા વર્કશોપ

તા.૮ માર્ચ એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં અનુસંધાને એક દીવસીય હસ્તકલા વર્કશોપ થકી આવો આત્મનિર્ભર ભારત બનાવીએનું આયોજન કરવામાં આવેલ છે.એક દીવસીય હસ્તકલા વર્કશોપ તા.૮ ના  "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી ખાતે આયોજન કરેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકશોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો દ્વારાં તા.૮ માર્ચ વિશ્વ સાક્ષરતા દિવસ તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં અનુસંધાને એક દિવસીય હસ્તકલા વર્કશોપનું આયોજન કરેલ છે."જો મહિલાઓએ સમાનતાનો સ્વમાનવાળો અને સ્વાવલંબી દરજ્જો સમાજમાં મેળવવો હોય તો સૌથી અગત્ય રસ્તો હસ્તકલા છે-મહાત્મા ગાંધી" હસ્તકલા" એટલે લુપ્ત થતી કલાઓ જે સાદા સાધનો દ્વારાં હાથથી તૈયાર કરવાંમાં આવેલ રોજબરોજની  ઉપયોગી અને સુશોભનને લગતાં કલાત્મક કે પરંપરાગત ઉત્પાદન.દરેક વ્યક્તિમાં ખાસ કલા-કૌશલ્ય (ટેલેન્ટ) હોય છે.એ કલા ટેલેન્ટનો ઉપયોગ કરી પોતે તથા અન્યોને આત્મનિર્ભર બનવામાં મદ્દ્દરૂપ થઈ શકે છે.હસ્તકલા વર્કશોપમાં તમારી પસંદગીની કોઈપણ આઈટમ બનાવો.આપણી લુપ્ત થતી કલાઓ જે રોજબરોજની ઉપયોગી અને સુશોભનને લગતી કલાત્મક કે પરંપરાગત વસ્તુઓ જેમકે કોઈપણ આર્ટવર્ક , સજાવટનાં પદાર્થો, તોરણ, વન્યજીવો, પક્ષીઓ,  ફુલો , માટીકામ, માટીની મુર્તિ, ફુલદાની, ઊનનાં મોજા, તોરણ વગેરે..વગેરે.એક દિવસીય હસ્તકલા વર્કશોપનો સમય  સવારે ૯:૩૦ થી ૫ રહેશે, વર્કશોપ સેમીનારમાં ભાગ લેવાં માટે કોઈપણ કન્યાઓ-સ્ત્રીઓ ભાગ લઈ શકશે.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકો અગાઉથી જાણ કરવી. સ્પર્ધકોએ જરૂરી સાધન સામગ્રી પોતે લાવવાની રહેશે., હસ્તકલા વર્કશોપમાં ભાગ લેતાં સ્પર્ધકોને બપોરે ભોજનની વ્યવસ્થા તથા બહારગામનાં સ્પર્ધકોને મુસાફરી ખર્ચ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  ચુકવશે.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાની નામ- વિગત તા.૭-૨ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) નોંધાવવાના રહેશે.






Latest News