મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ધૂમ્રપાન વિરોધી અભિયાનમાં 167 વ્યક્તિઓ પાસેથી 6500 રૂપિયા દંડ વસૂલાયો


SHARE







રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ધૂમ્રપાન વિરોધી અભિયાનમાં 167 વ્યક્તિઓ પાસેથી 6500 રૂપિયા દંડ વસૂલાયો

રાજકોટ રેલવે ડિવિઝન  મુસાફરોને સલામત અને બહેતર મુસાફરી આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ ક્રમમાં રાજકોટ ડિવિઝન દ્વારા 25 ફેબ્રુઆરીથી લઈને  3 માર્ચ, 2022 સુધી એક સપ્તાહ માટે વ્યાપક ધૂમ્રપાન વિરોધી સંરક્ષા (સેફટી) ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝન ના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે આ ધૂમ્રપાન વિરોધી સેફટી ઝુંબેશ દરમિયાન કુલ 167 વ્યક્તિઓ પકડાયા હતા અને તેમની પાસે થી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા-2003) હેઠળ રૂ. 6500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જાહેર સ્થળોએ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા)-2003 હેઠળ સજાપાત્ર છે. મુસાફરોમાં આ અંગે જાગૃતી લાવવા માટે રેલવે સ્ટેશનો પર જાહેરાત પણ કરવામાં આવી રહી છે. રાજકોટ ડીવીઝનના ડીઆરએમ અનિલકુમાર જૈને મુસાફરોને રેલવે પરિસરમાં અને ટ્રેનમાં ધુમ્રપાન કરવાનું ટાળવા અને મુસાફરને પોતાના તેમજ અન્ય મુસાફરો માટે સલામત બનાવવા અપીલ કરી છે.






Latest News