મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ


SHARE







મોરબી જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૮મી માર્ચ-૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણી કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.મોરબી ખાતે જિલ્લાના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણી કાર્યક્રમના આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ બેઠકમાં નક્કિ થયા અનુસાર મોરબી જિલ્લામાં આગામી તારીખ ૮મી માર્ચ-૨૦૨૨ ના રોજ સવારે ૯-૩૦ કલાકે મોરબી ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમના આયોજન અંગેની આ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યુ હતું કે, ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મહિલાઓને માન સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા અલગ અલગ થીમ નક્કિ કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. જે અનુસાર મોરબી ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લાની અગ્રેસર મહિલાઓનું સન્માન, માતા યશોદા એવોર્ડ વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમ એનાયત, વહાલી દિકરી યોજનાના લાભાર્થીને કીટ/ મંજુરી હુકમ વિતરણ સહિત વિવિધ મહિલા કલ્યાણકારી યોજના હેઠળ કીટ વિતરણ જેવા કાર્યક્રમોને આવરી લેવા તકેદારી રાખવા ઉપરાંત હિંસા મુકત સમાજની કલ્પના, મહિલાઓ અને હિંસા, મહિલાઓ અને સમાનતા, સમાજમાં મહિલાનું મહત્વ જેવા વિષયોને આવરી લઇ પોસ્ટર, રંગોળી, નિબંધ, સ્લોગન, રાઇટીંગ સ્પર્ધાઓનું આયોજન કરવા અમલીકરણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચનો કર્યા હતા.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંતઅધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મહિલા અને બાળ અધિકારી મન્સુરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.જે.એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર કોમલબેન, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ઝાલા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News