મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનાના ટીસીમાં આગ લાગતા નુકસાન


SHARE







મોરબીમાં કારખાનાના ટીસીમાં આગ લાગતા નુકસાન

મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં ટીસીમાં આગ લાગતા નુકસાન થવા પામ્યું હોય કારખાનેદારે તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરના વિટ્રીફાઈડના કારખાનાની અંદર ટીસીમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી.જેથી કરીને રૂપિયા પાંચેક લાખની અંદાજિત નુકસાન થવાથી કારખાનેદાર રમેશભાઈ જીવાભાઈ દેત્રોજા પટેલ રહે.રવાપર રોડ મોરબી વાળાએ આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને હાલમાં બીટ જમાદાર જે.પી.વસીયાણીએ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે. જ્યારે ધાંગધ્રાના વાઘગઢ ગામના રહેવાસી નિરાતબેન નારણભાઈ વરિયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ગામમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

પરિણીતા સારવારમાં

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા શિલ્પાબેન જીતેશભાઈ હળવદિયા નામની ૨૭ વર્ષીય પરણીતાએ મોરબીના સામાકાંઠા માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામની પાસે દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની શુભ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને તાલુકા પોલીસે તપાસ કરતાં તેણીનો લગ્નગાળો ચારેક વર્ષ હોય અને સંતાનમાં એક દીકરો હોવાનું ખુલ્યું હતું હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવતી સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતી ઉર્વશીબા દશરથસિંહ ઝાલા નામની ૨૩ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લેતાં તેણીને પણ સારવારમાં ખસેડાઇ હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.તેમજ મોરબીના રહેવાસી યુનુસભાઇ જાનમામદભાઇ ચાનીયા નામનો ૩૯ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોસ્ટ ઓફિસ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી યુનુસભાઇ ચાનીયાને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News