વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી-ટંકારાના આમ આદમી વિધાનસભા સીટના પ્રભારી તરીકે વસંતભાઇ ગોરીયા અને સંજયભાઈ ભટાસણાની વરણી


SHARE







મોરબી-ટંકારાના આમ આદમી વિધાનસભા સીટના પ્રભારી તરીકે વસંતભાઇ ગોરીયા અને સંજયભાઈ ભટાસણાની વરણી

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે વિધાનસભાવાઇઝ પ્રભારીઓની યાદી જાહેર કરીને મિશન-૨૦૨૨ અંતર્ગત તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે.આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલિયાની અધ્યક્ષતામાં પ્રદેશ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાયેલી જેમાં પ્રદેશ સમિતિ દ્વારા સર્વાનુમતે મિશન-૨૦૨૨ અંતર્ગત વિવિધ વિધાનસભામાં પ્રભારી તરીકે જવાબદારીઓ સોંપવામાં આવેલી છે.ગુજરાત આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ દ્વારા આગામી સમયમા આવનારી વિધાનસભા-૨૦૨૨ ની ચૂંટણીમાં ૬૫ મોરબી-માળીયા વિધાનસભાના પ્રભારી તરીકે મોરબી જિલ્લા આપના પ્રમુખ વસંતભાઈ ગોરીયાની તેમજ ૬૬ ટંકારા-પડધરી વિધાનસભાના પ્રભારી તરીકે મોરબી જિલ્લા આપના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાની નિમણુંકો કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબી-ટંકારા વિધાનસભાના નવનિયુકત પ્રભારી એવા વસંતભાઈ ગોરીયા તેમજ સંજયભાઈ ભટાસણાના શુભેચ્છકો તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




Latest News