મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં એલસીબીએ જુગાર રમતા પાંચને દબોચ્યા


SHARE











મોરબીમાં એલસીબીએ જુગાર રમતા પાંચને દબોચ્યા

મોરબી શહેરના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોની રોકડા રૂપિયા ૧૫,૯૦૦ સાથે એલસીબીના સ્ટાફે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એલસીબીના સ્ટાફ દ્વારા શહેરના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની સામે આવેલ ઇન્દિરાનગરમાં સલાટચોકમાં જૂગારની રેડ કરવામાં આવી હતી.ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત કરસન ગેડાણી કોળી (૩૨) રહે.ઇન્દિરાનગર, શામજી બાબુ વાઘાણી કોળી (૨૪) રહે.ઇન્દીરાનગર, અજય ગેલુ સીતાપરા કોળી (૨૧) રહે.ઇન્દીરાનગર, દેવશી પ્રેમજી અગેચાણીયા કોળી (૪૦) રહે.ઈન્દીરાનગર અને વિપુલ ગોરધન કેરવાડીયા કોળી (૨૨) રહે.નવી કલેકટર કચેરી પાસે મોરબી-૨ જાહેરમાં જુગાર રમતા મળી આવતા પાંચેયની રોકડા રૂપિયા ૧૫,૯૦૦ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધાયો છે.

૧૨૮ લીટર દેશીદારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના માળીયા હાઇવે ટીંબડીના પાટીયાથી લઈને વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા દરમિયાન હાઇવે રોડની બન્ને સાઈડ આશરે એકાદ હજાર સિરામીકના કારખાનાઓ તેમજ અન્ય નાનામોટા કારખાના આવેલા હોય અને તેમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો કામગીરી કરતા હોય છે અને તે પૈકીના મોટાભાગના અન્ય રાજ્યોમાંથી ગુનાહિત ઈતિહાસ સાથે અથવા તો નશાની ટેવવાળા હોય છે માટે જ રાજકોટ, સુરેન્દ્રનગર, માળિયા(મિં.) પંથક અને ચોટીલા પંથકના નાળીયેરી ગામ સહિતના વિસ્તારમાંથી ભારે મોટી માત્રામાં દેશી દારૂ અને વિદેશી દારૂનું વેચાણ અહીં થતું હોય છે.તે ઉપરાંત ભીમસર, સોઓરડી, માળીયા-વનાળીયા સોસાયટી, લાતીપ્લોટ, જોન્સનગર, કાલીકા પ્લોટ, વીસીપરા સહીતના વિસ્તારમાં માંગો ત્યારે દારૂ મળે તેવી હાલત છે તેવામાં ગઈકાલે પાસેરામાં પુણી સમાન કેશ મોરબી એલસીબી દ્રારા કરાયો છે. મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ આરરોટ સીરામીક નજીકથી એક ઈસમને એલસીબીએ દબોચ્યો હતો અને તેની પાસેથી રૂપિયા ૨૫૬૦ ની કિંમતનો ૧૨૮ લિટર દેશી દારૂ મળી આવતાં હાલમાં સ્થળ ઉપરથી મળી આવેલા ઇમ્તીયાઝ ઉર્ફે ઇમરાન હનીફ નાગોરી (૨૬) રહે.મોરબી સિપાઈવાસ વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેણે આ જથ્થો મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર રહેતા જુસબ હબીબ જામ પાસેથી મેળવ્યો હોવાની કેફીયત આપતા બંને વિરુદ્ધમાં ગુનો નોંધીને જુસબ જામને પકડવા એલસીબીએ આગળની તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે સ્થાનિક પોલીસ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોય છુટથી દારૂનું વેચાણ થાય છે અને નાના માછલાઓ જ હંમેશા ઝપટે ચડતા હોય રાજય લેવલની બ્રાંચોએ વોચ રાખવી જરૂરી બનેલ છે.






Latest News