વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાં વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ કરનારા આરોપી ઝડપાયો


SHARE







મોરબીના ઋષભનગરમાં વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ કરનારા આરોપી ઝડપાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઋષભનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા થોડા દિવસો પહેલા પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા અને તેઓએ પોતાના ગાળામાં સોનાનો ચેન પેન્ડલ સાથે પહેર્યો હતો અને કોઈ અજાણ્યો શખ્સ ત્યાં મોપેડ લઈને આવ્યો હતો અને તેને વૃદ્ધના ગાળામાં પહેરાલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી ત્યારે ચેન તૂટી જવાના કારણે અડધો ચેન અને સોનાનું પેન્ડલ આરોપીના હાથમાં આવી ગયું હતું જેની ચોરી કરીને તે ભાગી ગયેલ હતો જેથી ૭૬ હજાર રૂપીયાની કિંમતના સોનાના ચેન અને પેન્ડલની ચોરી કરવામાં આવી હોવાની વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગર-૩ માં રહેતા લાભુબા પ્રવીણસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૬૫) થોડા દિવસો પહેલા પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ મોપેડ ઉપર ત્યાં આવ્યો હતો અને તેને વૃદ્ધાએ પોતાના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી જેથી ચેન તૂટી ગયો હતો અને અડધો ચેન તેમજ પેન્ડલ લઈને આરોપી નાશી ગયો હતો જેથી વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ પોતાના ગાળામાં ત્રણ તોલાનો સોનાનો ચેન અને પેન્ડલ પહેર્યું હતું જેની આરોપીએ ચીલ ઝડપ કરી હતી અને ચેન તૂટી જવાથી અડધો ચેન અને સોનાનું પેન્ડલ લઈને આશરે દોઢ તોલા જેટલા સોનાની ચોરી કરવામાં આવી હતી જેથી ૭૬૦૦૦ ના સોનાની ચોરી થઈ હોવાની અજાણ્યા શખ્સો સામે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને હાલમાં આ ગુનામાં શક્તિ ઉર્ફે ટબૂડી વિનુભાઇ સોલંકી (૩૭) રહે, મનહરપરા ભાવનગર રોડ, રાજકોટ વાળાની પીએસઆઈ એલ.એન. વાઢિયાં દ્વારા ધરપકડ કરાઈ છે 




Latest News