વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE







મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કર્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભાગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો જેથી સારવારમાં યુવાનનું મોત નીપજયું હોય બનાવ હત્યામાં પલટાયો હતો આ ગુનામાં અગાઉ એક આરોપીને પકડવામાં આવેલ હતો અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેહગલ જાતે કઠેરીયા (ઉ.૨૨) એ જેતે સમયે દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપી રહે.ત્રણેય વાવડી રોડ, સોમૈયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.૨૧-૨ ના સાંજના છએક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયસિંગને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયો માર્યો હતો માટે ઉદયસિંહ પ્રભુદયાલસિંગ (ઉમર ૪૫)ને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન ઉદયસિંગનું મોત નીપજ્યું હતુ. અને બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ કલમ ૩૦૨ (હત્યા) ની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ છતરસિંહ કલન્દરસિંહ સેહગલ જાતે રાજપૂતની ધરપકડ કરી હતી અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને હત્યાના આ ગુનામાં પીઆઇ વી.એલ.પટેલ દ્વારા પુષ્પેન્દ્ર ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ સેગલ જાતે રાજપૂત (૨૧) રહે, મૂળ યુપી એચએએલ રહે, ગ્રીન ચોક વાળની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ રામ નરેશ ભદોરીયા નામના શખ્સને પકડવા ચક્રોગતિમાન કરેલ છે




Latest News