મોરબીના સંસ્કારધામ ઇમેજીંગ સેન્ટરમાં વિશ્વ મહિલા દિને ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે
મોરબીના સિરામિક ઉધોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 30 રૂપિયાનો તોતિંગ વધારો આવવાના સંકેત
SHARE









મોરબીના સિરામિક ઉધોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 30 રૂપિયાનો તોતિંગ વધારો આવવાના સંકેત
મોરબીમાં સિરામિક ટાઇલ્સ અને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જો કે નેચરલ ગેસના ભાવમાં સતત વધારો થતો હોવાથી ઉદ્યોગકારોને પોતાના કારખાના ચલાવવા મુશ્કેલ બની ગયા છે તેવામાં આગામી ૧લી એપ્રિલથી હજુ પણ ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે અને સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે તાજેતરમાં એક ખાનગી મિટિંગ યોજવામાં આવી હતી અને આ મિટિંગમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતાં નેચરલ ગેસના ભાવની અંદર એક સાથે ૧લી એપ્રિલથી ટેક્સ સાથે 30 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી માહિતીઓ સામે આવી રહી છે જેથી કરીને કરોડો રૂપિયાનું ભારણ મોરબીના ઉદ્યોગકારો ઉપર આવશે તે નિશ્ચિત છે
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ પાઇપલાઇન મારફતે આપવા માટે નેચરલ ગેસની પાઈપલાઈનને લોકાર્પણ કરી હતી ત્યારે નવ રૂપિયાના ભાવથી મોરબીમાં સિરામિક ઉધોગકીરોને નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવશેે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ધીમે-ધીમે છેલ્લા વર્ષની અંદર નેચરલ ગેસના ભાવમાં વધારો થવાના કારણે અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડના ભાવમાં થતા ઉતાર-ચઢાવ ના કારણે ગેસના ભાવ અનેક વખત વધારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તે ગેસના ભાવ ઘટતાં જ નથી જેથી કરીને ઉદ્યોગકારોને પોતાના કારખાના ચલાવવા માટે દિનપ્રતિદિન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ઉદ્યોગકારોને 62 રૂપિયા પ્રતિ કયુબિક મીટર ના ભાવથી નેચરલ ગેસ હાલમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે જોકે આગામી દિવસોમાં હજુ પણ નેચરલ ગેસની ભાવમાં લાકડા જેવો વધારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે
છેલ્લા ઘણા દિવસોથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની અસર દુનિયાના તમામ દેશો પર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગને પણ બહુ મોટી થવાની છે તેવી માહિતી સામે આવી રહી છે અને વર્તમાન સમયની અંદર મોરબીમાં નેચરલ ગેસના ઉપયોગથી ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું છે જોકે નેચરલ ગેસના ભાવની અંદર તોતિંગ વધારો થાય તેવી શક્યતાઓ છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સાથે ખાનગી મિટિંગ યોજવામાં આવી હતી અને ત્યારે આગામી ૧લી એપ્રિલથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતાં નેચરલ ગેસના ભાવમાં ટેકસ સાથે લગભગ 30 રૂપિયા જેટલો પ્રતિ કયુબિક મીટરે ભાવ વધારો કરવામાં આવે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જો ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટરે ટેકસ સાથે 30 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવશે તો દરેક કારખાનેદારને મહિને સરેરાશ એક કરોડનું ભારણ વધી જશે અને બેંક ગેરંટીના દોઢ કરોડ રૂપિયા આપવા પડશે જેથી કરીને સિરામિક ઉદ્યોગની ગાડી પાટેથી નીચે ઉતરી જાય તો નવાઇ નથી
