મોરબીમાં મંગળવારે ફુડ લાયસન્સ-રજીસ્ટ્રેશન માટે જિલ્લા સેવા સદનમાં કેમ્પ યોજાશે
મોરબીના લાતી પ્લોટની કાયાપલટ માટે ૨૦ કરોડના વિકાસકામોનું મંત્રીશ્રી બ્રિજેશભાઇએ કર્યું ખાતમુહૂર્ત
SHARE









મોરબીના લાતી પ્લોટની કાયાપલટ માટે ૨૦ કરોડના વિકાસકામોનું મંત્રીશ્રી બ્રિજેશભાઇએ કર્યું ખાતમુહૂર્ત
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદાજુદા વિકાસકામોના ખત્મહૂર્ત કરવામાં આવે છે તેવી જ રીતે ઉમિયા સર્કલથી બજરંગ સર્કલ સુધીના આર.સી.સી. રોડનું ૬.૫૬ કરોડનું કામ અને લાતીપ્લોટમાં વરસાદી પાણીના નિકાલ અને સી.સી. રોડ બનાવવા માટેના ૨૦ કરોડના કામનું ખાતમુહૂર્ત તેના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભા દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઇ દલવાડી અને બાબુભાઇ હુંબલ, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના અધ્યક્ષ સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયા, પ્રભુભાઈ ભૂત, આપાભાઈ કુંભારવાડીયા, રિશિપભાઇ કૈલા, ભાવેશભાઇ કણઝારીયા, દીપકભાઈ પોપટ, મેઘાબેન પોપટ, અનિલભાઇ મહેતા, નુતનબેન વિડજા, શશાંગભાઇ દંગી, બિપિનભાઈ વ્યાસ, ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઇએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, અમે ખાતમહુર્ત કરીએ છીએ તેના લોકાર્પણ પણ અમે જ કરીશું વધુમાં તેમણે કહ્યું છે શહેરીજનોને વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા જેવી પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે અને શહેરનો સમતોલ વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે.
