મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થિનીઓ માટે મહિલા સુરક્ષાનો સેમિનાર યોજાયો
SHARE









મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થિનીઓ માટે મહિલા સુરક્ષાનો સેમિનાર યોજાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસની સી- ટીમ દ્વારા સાર્થક વિદ્યામંદિરમાં મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી બી ડિવીઝનના પી.આઇ. પી.એ. દેકાવાડીયા હાજર રહ્યા હતા અને તેઓએ ધો. ૯થી ૧૨ ની વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા અંતર્ગત માહિતી આપી હતી. ત્યારે છેલ્લા માહિનામાં દેશના જુદાજુદા વિસ્તારોમાં બનેલ ઘટનાઓની માહિતી પણ આપવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારી, કર્મચારી અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, સાર્થક વિધામંદિર પરિવારના વિધાર્થીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામતા જ હોય છે તેવી જ રીતે ગુજરાત સરકાર તેમજ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્ટેમ ક્વિઝમાં મોરબીના ૧૦ વિધાર્થીઓની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ છે જેમાં સાર્થક વિધામંદિરની ધો. ૯ ની બે વિધાર્થીનીઓ ગણાત્રા હેત્વી રાજેશભાઇ અને મેહતા જીનાલી કલ્પેશભાઈ રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે
