ટંકારાના સજનપરમાં આવેલ બાપાસીતારામ ગૌશાળામાં 1962 સેવા કર્મચારીઓનું સન્માન કરાયું
ઉછીના પૈસા આપતા પહેલા સાવધાન, તેનો અંજામ આવો પણ આવી શકે
SHARE









ઉછીના પૈસા આપતા પહેલા સાવધાન, તેનો અંજામ આવો પણ આવી શકે
(શાહરૂખ ચૌહાણ) મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સેન્ટોસા સીરામીક નજીકથી યુવાનની હત્યા કરેલ લાશ મળી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરલે છે અને તેની પાસે મૃતક યુવાનને રૂપિયા લેવાના હોય તેની ઉઘરાણી તે કરતો હતો અને ફોનમાં ગાળો આપતો હતો માટે તેની હત્યા કરી હોવાનું આરોપીઓએ પોલીસને જણાવ્યુ છે
ઢુવા ગામે સેન્ટોસા સીરામીક પાસે માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેથી મૃતકના ભાઇ તેની ડેડબોડીને રાજકોટ ખાતે લઇ ગયા હતા અને ત્યાં પીએમ કરાવ્યુ હતું અને હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું જેથી મૃતકના ભાઈ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ જાતે ભરવાડ (ઉ.વ.૨૪)એ બે શકદાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને જેની સામે ફરિયાદ નોંધાવી હતી તે રાઘવેન્દ્રકુમાર રામકુમાર સેવા જાતે રજપતુ (ઉ.૨૪) રહે. હાલ કપટાઇલ્સ સીરામીક રાતીવીરડા મૂળ રહે. યુપી તથા અશ્ર્વીનભાઇ ઉગાભાઇ પગી જાતે ઠાકોર (ઉ.૨૧) રહે. હાલ લાટો સીરામીક સરતાનપર મૂળ રહે, મહીસાગર વાળાની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે
મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મૃતક યુવાન મદન કુંજબીહારી પાલ (ઉ.૨૦) રહે. હાલ મિલેનિયમ સીરામીકના લેબર કવાર્ટર વાળાની હતી કરવામાં આવી હતી જે ગુનાની તપાસ કરવાં આવી રહી હતી દરમ્યાન જેની સામે ફરિયાદ નોંધાવી હતી તેની આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતાં તેને હત્યાની કબૂલાત આપી હતી અને આરોપીઓએ કહ્યું હતું કે, અશ્ર્વીનભાઇ ઉગાભાઇ પગી પાસે ૮૫૦૦ અને રાઘવેન્દ્રકુમાર રામકુમાર સેવા પાસેથી જેની હત્યા કરવામાં આવી તે યુવાનને ૫૦૦૦ રૂપિયા લેવાના હતા જેના માટે તે અવાર નવાર ફોન કરતો હતો અને ગાળો આપતો હતો તેમજ એક વખત અશ્ર્વીનભાઇ ઉગાભાઇ પગીનો ફોન ઘરે હતો ત્યારે ફોન કરત તેની પત્નીએ ફોન ઉપડયો હતો અને તેને મદને ગાળો આપી હતી જેથી તેની હત્યા કરી નાખેલ છે
વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, મદનકુમાર કુંજબીહારી પાલને તેના લેવાના નીકળતા રૂપિયા આપવા છે તેવું કહીને આરોપીઓએ બોલાવ્યો હતો જેથી ઢુવા ગામે સેન્ટોસા સીરામીક પાસે મરણજનાર યુવાન ગયો હતો અને ત્યાર બાદ બંને આરોપીઓએ તેને માથામાં લોખંડના સળિયા મારીને તેની હત્યા કરી નાખી હતી આ ગુનામાં હાલમાં આરોપી ઝડપાઇ ગયેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે
