મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન


SHARE













મોરબીના મમુદાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટમાં હાજર થવા ફરમાન

મોરબીના શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમાં મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ ટેન દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરીફ મિર સહિત ચાર આરોપીઓ નાસ્તા ફરે છે જેથી કરીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે

ગત તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી શનાળા બાયપાસ રોડ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યાર બાદ તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧)૩(૨)૩(૪) મુજબનો ગુજસીટોકનો ઉમેરો કરવામા આવેલ છે.

આ કેસની તપાસમાં કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમાથી ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. જો કે, આ ગુનામાં આરોપી આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબીમકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબીકાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશી રહે. વજેપરમતવા વાસમોરબી અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઇનરોડદરગાહ પાસેમોરબી વાળા નાસ્તા ફરતા હોય કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે માટે ચારેય આરોપીઓને હાજર થવા સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા સી.આર.પી.સી કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.






Latest News